વડોદરા જિલ્લામાં ભારે વરસાદના કારણે પૂર આવ્યું આવ્યું હતું. જેના કારણે વેપારીઓ અને ઉદ્યોગપતિઓને ભારે નુકસાન થયું હતું. ત્યારે જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં વેપાર, વાણિજ્ય અને આર્થિક પ્રવૃત્તિના એકમો, દુકાનદારો, વેપારીઓને રાજ્ય સરકાર દ્વારા સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા સહાય આપવામાં આવી છે તેને વડોદરાના વેપારીઓએ લોલીપોપ ગણાવી વિરોધ નોંધાવ્યો છે.


[[$googlead]]

પ્રથમ વખત ત્રણ મોટા સંગઠનો થયા એકજૂથ

વડોદરાના વેપારીઓએ સરકારની સહાયને લોલીપોપ ગણાવ્યો છે. સરકારના સહાય પેકેજ બાદ ઉદ્યોગપતિઓ અને વેપારીઓ એકજૂથ થયા છે. વડોદરા વેપારી એસોસિએશન અને VCCIની બેઠક યોજાઈ છે. મધ્ય ગુજરાત વેપારી એસોસિએશન પણ આ બેઠકમાં હાજર રહ્યું હતું. રાજ્યમાં પ્રથમ વખત ત્રણ મોટા સંગઠનો એકજૂથ થયા છે. સરકારની સહાયને લઈને વેપારીઓએ વિરોધ પણ નોંધાવ્યો છે.

[[$alsoread]]

પૂરથી નુકસાન અંગે સહાયની જાહેરાત

વડોદરામાં પૂરથી નુકસાન અંગે સહાયની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રોકડ સહાય અપાશે. તેમાં લારી/રેકડી ધારકને ઉચ્ચક રૂ.5, 000ની રોકડ સહાય તથા 40 સ્ક્વેર ફૂટથી નાના કેબિન ધારકને રૂ.20000ની સહાય અને 40 સ્ક્વેર ફૂટથી મોટા કેબિન ધારકને રૂ.40000ની સહાય તથા નાની, મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને રૂ.85 હજાર સહાય સાથે 5 લાખથી વધુ ટર્ન ઓવર ધરાવનારને રૂ.20 લાખ સુધીની લોન અપાશે.


  • Follow us on: