વડોદરામાં ભાખરવડીમાંથી ફૂગ નીકળી છે. જેમાં શ્રી જગદીશ ફરસાણમાંથી ખરીદી કરી હતી. તેમાં ભાખરવડીનું બોક્સ ખોલતા તેમાંથી ફૂગ નીકળી હતી. વડોદરા ST ડેપો પાસે દુકાન આવેલી છે તેમાંથી આ ભાખરવ઼ડી ખરીદવામાં આવી છે. તેમાં વડોદરા મનપાના ફૂડ વિભાગ પર સવાલ ઉઠ્યા છે. ગ્રાહકે વડોદરાના શ્રી જગદીશમાંથી ભાખરવડી ખરીદી હતી. માં ઘરે જઈને ભાખરવડીનું બોક્સ ખોલતા તેમાંથી ફૂગ નીકળી હતી. શહેરમાં છેલ્લા ઘણા સમયથી ફૂડમાંથી જીવાત, ગરોળી અને ફૂગ નીકળવાની ઘટનાઓ બનવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે. ત્યારે વડોદરા મહાનગર પાલિકાના ફૂડ વિભાગ પર સવાલો ઉઠ્યા છે. રાજ્યમાં અવારનવાર અખાદ્ય પદાર્થ ઝડપાતો હોય છે. અગાઉ બનાસકાંઠાના પાલનપુરમાં મિનરલ પાણીની બોટલમાં ફૂગ અને જીવાણુ જોવા મળ્યા હતા. શગુન બેવરેજીસમાં મિનરલ પાણીમાં ફૂગ અને જીવાણું હોવાનું સામે આવ્યુ હતુ. ફૂડ વિભાગે રેડ કરી મુદ્દામાલ સીઝ કર્યો હતો.


[[$googlead]]


[[$alsoread]]

  • Follow us on: