• વાઘોડિયામા ધોધમાર વરસાદથી પાણી પાણી
  • એક કલાકમા એક ઈંચથી પણ વધુ વરસાદ વરસ્યો
  • બૅન્ક ઑફ બરોડા પાસે રોડ પર પાણી ભરાયા

વડોદરાના વાઘોડિયામાં મોડી રાતથી ઝરમર વરસાદ શરૂ થયો છે,વહેલી સવાર સુધી વરસાદે જોર પકડી લીધુ છે,એક કલાકમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાતા તાલુકામાં પાણી પાણી થઈ ગયુ હતુ સાથે મેઇન બજારમાંથી પણ વરસાદી પાણી વહેતા થયા છે.તો બેન્ક ઓફ બરોડા પાસે રોડ પર પાણી ભરાવાની શરૂઆત થઈ છે.

વડોદરા શહેરમાં પણ વરસાદ

[[$googlead]]

વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.વડોદરા શહેરમાં પણ ગઈકાલે સાંજથી વરસાદ વરસવાની શરૂઆત થઈ છે તો આજ સવાર સુધી વરસાદ વરસ્યો હતો,વડોદરાના ગ્રામ્યમાં પણ સમગ્ર જગ્યાએ વરસાદ પડી રહ્યો છે.શહેરમાં અને ગ્રામ્યમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે,ખેડૂતોના પાકને નવજીવન મળ્યુ છે.

[[$alsoread]]

જાણો આજે કયાં કરાઈ છે મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદ, ગાંધીનગર,આણંદ, પંચમહાલ,દાહોદ, મહીસાગર,વડોદરા, છોટાઉદેપુર,નર્મદા, ભરૂચ, સુરત,ડાંગ, તાપી, નવસારી,વલસાડ, દાદરાનગર હવેલી,દમણ, કચ્છ, સુરેન્દ્રનગર,રાજકોટ, જામનગર,પોરબંદર, જૂનાગઢ,અમરેલી,ભાવનગર,મોરબી, દ્વારકા, દીવ,સોમનાથ, બોટાદમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.સાથે સાથે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે તેવી શકયતાઓ છે.

ગુજરાતમા મોન્સૂન ટ્રક સક્રિય

ગુજરાતમાં હાલ એક જ વરસાદની સિસ્ટમ સક્રિય છે,મોન્સૂન ટ્રક રાજસ્થાન તરફથી ગુજરાત તરફ આગળ વધી રહી છે,એટલે ગુજરાતમાં અરવલ્લી અને સાબરકાંઠામાં ભારે વરસાદ થઈ શકે છે,સાથે સાથે અન્ય જિલ્લાઓમાં હળવો વરસાદ થઈ શકે છે,રાજસ્થાનમાં પણ આ મોન્સૂન ટ્રકના કારણે ભારે વરસાદ થયો છે,અને તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

  • Follow us on: