વલસાડના વાપીમાં 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવાના મામલે પોલીસને મોટી સફળતા મળી છે. પાડોશીમાં રહેતા નરાધમે 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતું. ભોગ બનનાર સગીરાની અચાનક તબિયત લથડી હતી અને તેને હોસ્પિટલ લઈ જવાતા જાણવા મળ્યું કે તેને 8 માસનો ગર્ભ નીકળ્યો હતો.
સગીરાને 8 મહિનાનો ગર્ભ નિકળતા ભાંડો ફુટ્યો હતો
સગીરાના ઘરની બાજુમાં રહેતા 3 બાળકોના પિતાએ સગીરાને લલચાવી ફોસલાવીને સગીરાની મરજી વિરુદ્ધ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ પીડિતાની માતાએ વાપી ટાઉન પોલીસ મથકમાં આ નરાધમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદી માતાનું નિવેદન લઈને ફરિયાદ નોંધી અને આરોપીની ધરપકડ કરી છે. આરોપી સગીરાના માતા પિતા બહાર જતા હતા, ત્યારે બળજબરીથી આ નરાધમ ઘરમાં આવીને દુષ્કર્મ આચરતો હતો અને સગીરાને ધમકી આપતો હતો કે આ અંગે કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ.
અમરેલીમાં 21 વર્ષીય યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા અમરેલીમાં પણ યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી હતી. અમરેલીમાં 21 વર્ષીય યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. યુવતીને લગ્નની લાલચ આપીને 4 શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યું હતું. વડીયાના કુકાવાવમાં યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારે આ આંગે વડીયા પોલીસ મથકમાં દુષ્કર્મનો ગુન્હો નોંધાયો અને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી.









