વલસાડ જિલ્લામાં ભાજપ સદસ્યતા અભિયાન વિવાદમાં આવ્યું છે. ધારાસભ્ય અરવિંદ પટેલ કોંગ્રેસના બે નેતાઓને ભાજપના સદસ્ય બનાવતા વિવાદ થયો છે. કોંગ્રેસના નેતાઓએ વિરોધ દર્શાવ્યો અને આગામી દિવસોમાં સદસ્યતા ધારાસભ્ય રદ્દ ન કરે તો ઉગ્ર વિરોધ કરવાની પણ ચીમકી આપી છે


[[$googlead]]

કોંગ્રેસના બે નેતાઓએ આ બાબતે આપ્યો વળતો જવાબ

કોંગ્રેસના ધરમપુર તાલુકા પંચાયતના માજી કારોબારી અધ્યક્ષ રાજેશ પટેલ અને વલસાડ જિલ્લા કોંગ્રેસ સેવા દળ પ્રમુખ અને જિલ્લા કોંગ્રેસ મંત્રીને સદસ્ય બનાવ્યા હતા. પરંતુ બંને લોકોએ આ બાબતે વળતો જવાબ આપ્યો છે. તેઓને અજાણતામાં ખોટી રીતે ઓટીપી નંબર લઈને સદસ્ય બનાવ્યા હતા અને અમારી સોશિયલ મીડિયામાં બદનામી થઈ છે. આ બાબતે અરવિંદ પટેલના કામને વખોડી કાઢે છે અને કહે છે અમે કોંગ્રેસમાં છીએ ને રહીશું.

[[$alsoread]]

કોંગ્રેસી નેતાઓ સ્વૈચ્છિક જોડાયા: અરવિંદ પટેલ

અરવિંદ પટેલના કેહવા મુજબ બંને કોંગ્રેસી નેતાઓ સ્વૈચ્છિક જોડાયા છે. હવે તેઓ જે વિરોધ કરી રહ્યા છે અને જોડાયા બાદ ફરી જતા કોંગ્રેસીઓ દૂધ માં પણ નહિ ને દહીમાં પણ નહિ જેવી સ્થિતિ થઈ છે. પરંતુ બંને કોંગ્રેસી નેતાઓએ વળતો જવાબ આપીને આ બાબત નકારી કાઢી છે. આ સિવાય કહ્યું છે કે અજાણતા મોબાઈલ લઈને સદસ્ય બનાવ્યા છે. આગામી દિવસો વિરોધ ઉગ્ર કરવાની પણ કોંગ્રેસ નેતાઓ ચીમકી આપી છે.

  • Follow us on: