વલસાડમાં પોસ્ટ ઓફિસના ક્લાર્કનો મૃતદેહ મળતા ચકચ્ચાર મચી જવા પામ્યો છે. પારનેરા ડુંગર પર ઝાડ સાથે લટકેલી હાલતમાં મૃતદેહ મળતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. પોસ્ટ ઓફિસના કલાર્કે આત્મહત્યા કરી કે હત્યા કારણ અકબંધ છે. પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
વલસાડ હેડ પોસ્ટ ઓફિસના ક્લાર્ક તરીકે ફરજ બજાવતા 36 વર્ષીય ખીમજીભાઈ ધનજીભાઈ વાઘેલાએ પારનેરા ડુંગર પર આપઘાત કરી લીધો છે. ઉમરગામ તાલુકાના સરીગામમાં રહેતા ખીમજીભાઈ 7 માર્ચના રોજ સવારે 9 વાગ્યે બાઇક લઈને નોકરી પર ગયા હતા. તેવામાં પારનેરા ડુંગર પર ઝાડ સાથે લટકેલી હાલતમાં વલસાડ પોસ્ટ ઓફિસના ક્લાર્કનો મૃતદેહ મળી આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. સમગ્ર મામલે પોલીસે મૃતદેહનો કબ્જો લઇ તપાસ હાથ ધરી છે.
વલસાડ હેડ પોસ્ટ ઓફિસમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ખીમજીભાઈ વાઘેલા ઉમરગામ તાલુકાના સરીગામમાં રહેતા ખીમજીભાઈ 7 માર્ચના રોજ સવારે 9 વાગ્યે બાઇક લઈને નોકરી પર ગયા હતા. ત્યાર બાદ થી ગુમ હતા ખીમજી ભાઈના મોતને લઇ અનેક રહસ્ય ઘેરાયું છે. હેડ પોસ્ટ ઓફિસના ક્લાર્કના મૃતદેહને લઇ પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી









