વલસાડ તાલુકાનું અતુલ ગામ ગુજરાતમાં પ્રથમ ગ્રીન પ્લેટિનમ વિલેજ બન્યું.દેશના 6 ગામ પૈકી અતુલ પંચાયતને અમદાવાદમાં એવોર્ડ એનાયત કરાયો ગુજરાતમાં પેહલા નંબરે આવ્યું અતુલ ગામ જેને લઇ પંચાયતના સભ્યો સરપંચ સહીત ગામ લોકો માં ખુશીનો માહોલ. ભારતીય ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ IGBC દ્વારા 2024માં ગુજરાતમાં એક માત્ર અતુલ ગામને પ્લેટિનમ કેટેગરીમાં ગ્રીન વિલેજનો એવોર્ડ મળ્યો છે.
ગ્રીન પ્લેટિનમ વિલેજ એવોર્ડ માટે ભારતમાં જાહેર કરાયેલા 6 પૈકી વલસાડના અતુલ ગામનો સમાવેશ કરાયો હતો.જ્યારે ગુજરાતમાં વલસાડ જિલ્લાના અતુલને પ્રથમ ગ્રીન પ્લેટિનમ વિલેજ બનવાનો શ્રેય મળતાં આનંદની લાગણી ફેલાઈ. અમદાવાદ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનનિસિપલ કમિશનર એન.થેન્નારસનના હસ્તે અતુલ ગ્રામ પંચાયતના સરપંચ વિક્રમ નાયકા અને ઉપસરપંચ દર્શલ દેસાઈને આ એવોર્ડ એનાયત કરાયો હતો.જે પ્રસંગે અતુલ કંપનીના જીએમ ગૌતમ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.ભારતીય ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલની ટીમ અતુલ આવી હતી.









