વલસાડના પારડી તાલુકાના ઉમરસાડી ગામ પાસે નિર્માણાધીન બ્રિજ અચાનક તૂટી પડ્યો છે. સાડા નવ કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા પેડેસ્ટ્રલ બ્રિજના પિલર અને એપ્રોચનું બાંધકામ ધસી પડ્યું. જેને જોતાં બ્રિજની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. 126 મીટર લાંબો અને સાડા પાંચ મીટર પોહળા આ પુલના નિર્માણની જવાબદારી આર એન્ડ બી વિભાગે સોના બિલ્ડર નામની એજન્સીને સોંપી હતી.


[[$googlead]]

નિર્માણાધીન બ્રિજ અચાનક તૂટી પડ્યો

દરિયા કિનારા અને ખાડીની વચ્ચે નિર્માણ પામી રહેલા આ બ્રિજના પિલ્લર અચાનક થાંભલાની જેમ નમી ગયા અને પછી મૂળમાંથી જ ઉખડી ગયા. સારી વાત એ રહી કે પિલ્લર જમીન પર પટકાયા નહીં અને તે સમયે ઘટનાસ્થળે કોઈ વ્યક્તિ હાજર ન હતી. આ દુર્ઘટનાએ કોન્ટ્રાકટર અને તંત્રની કામગીરી પર સવાલ જરૂર ઉઠાવ્યા છે.

[[$alsoread]]

સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન મેટ્રો બ્રિજના સ્લેબ તિરાડ પડી

ઉલ્લેખનીય છેકે, થોડા દિવસ પૂર્વે સુરતમાં મેટ્રોની કામગીરીમાં બેદરકારી સામે આવી છે. સુરતમાં રેલવે મેટ્રો બ્રિજની કામગીરી દરમિયાન સ્લેબમાં તિરાડ પડી હતી. પિલ્લર પર ઓવરહેડ ચઢાવવા જતા દુર્ઘટના સર્જાઈ હતી. સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટનાથી આબાદ બચાવ થયો છે. ઉદ્ઘાટન પહેલા જ બ્રિજના પીલ્લર પર ઓવરહેડ ચઢાવવા જતા ઓવરહેટ થોડો નમી ગયો હતો. અચાનક ઓવરહેડ નમી જતા કામ કરી રહેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી.


  • Follow us on: