હાલ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે વલસાડના કપરાડાના અંતરિયાળ વિસ્તારોમાં વરસાદમાં અંતિમવિધિ કરવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સ્મશાનભૂમિના અભાવને લઈને ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જેમાં વરસાદ ચાલુ હોવાના કારણે લોકોને અંતિમવિધિ કરવામાં પરેશાની થઈ રહી છે.
સ્મશાન ભૂમિના અભાવે હાલાકી
વરસાદ ચાલુ હોવાના કારણે લોકોને અંતિમવિધિ કરવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. જેમાં કપરાડાના અંતરિયાળમાં આવેલા બારપૂડા ગામે સ્મશાન ભૂમિના અભાવે લોકોએ હાલાકી ભોગવવી પડી રહી છે. જેને લઈને ગ્રામજનોએ તાડપત્રી બાંધીને અંતિમવિધિ કરી હતી. જેમાં સ્મશાનના અભાવે મૃત્યુ બાદ પણ લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.









