રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ વલસાડ જિલ્લમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ છે. ત્યારે વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લામાં સૌથી વધુ વાપી તાલુકમાં વરસાદ ખાબક્યો છે. વાપીમાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. તો કપરાડામાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ધરમપુર અને ઉમરગામમાં અડધો-અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.


[[$googlead]]

વલસાડના વાપીમાં ધોધમાર વરસાદ

વાપી તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા ઠેર-ઠર પાણી ભરાયા છે. વાપીના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. વાપીમાં ગીતાનગર, સ્ટેશન રોડ સહિતના રોડ પાણીમાં તરબોળ થયા છે. તેમજ અંડરપાસ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. વાપી શહેરના રોડ-રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વાળો આવ્યો છે. વાપીમાં વરસાદી પાણી ભરાવાના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

[[$alsoread]]

વાપીના રસ્તાઓ પર પાણી ભરાયા

વલસાજ જિલ્લામાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વાપી તેમજ આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વાપી શહેરમાં બપોરે પડેલ ભારે વરસાદના કારણે વાપીવાસીઓએ ગાલાકીનો સમાનો કરવો પડ્યો છે. 

  • Follow us on: