વલસાડ જિલ્લામાં ભારે વરસાદના પગલે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. તો મધુવન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પણ ભારે વરસાદ પડતા ડેમમાં પાણીની આવકમાં વધારો થતા ડેમની સપાટી 72.15 મીટરે પહોંચી છે. ડેમમાં 54 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. જેના પગલે ડેમના આઠ ગેટ ખોલી નદીમાં 39 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેને લઈને દમણગંગા નદી પરનો વાપી વીયર કોઝવે ઓવરફ્લો થયો હતો. સાથે જ નદીના કિનારાના નીચા વાળા વિસ્તારના લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા.
અનેક જગ્યા પર વરસાદને કારણે પાણી ભરાયા
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને લઈને રાજ્યમાં અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે અનેક જગ્યા પર ભારે વરસાદને કારણે પાણી ભરાય ગયા હતા. જેને લઈને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે આ વરસાદને લઈને વલસાડ જિલ્લામાં નદીઓ બે કાંઠે વહેતી થઈ છે.









