વલસાડ જિલ્લામાં સતત બે દિવસથી પડી રહેલા વરસાદે હવે રીતસરની હાલાકી સર્જી છે. જિલ્લાની સ્થાનિક નદીઓનું જળ વધતા તંત્ર સાબદું થયું છે. જિલ્લા વહીવટી તંત્રએ શાળા-કોલેજો સહિત શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી દીધી છે. મધુબન ડેમમાંથી સવા બે લાખ જેટલું પાણી અત્યાર સુધી અવિરત છોડવામાં આવી રહ્યું છે. જિલ્લામાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. તેથી આગમચેતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોમાં આવતા 13 ગામના લોકોને એલર્ટ કરાયા છે. સંભવિત જોખમી સ્થળે NDRFની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે.


[[$googlead]]
  • Follow us on: