વારાણસીના શંકરાચાર્યએ ભવનાથના દર્શન કર્યા હતા ત્યાર બાદ ભારતમાં વકફ બોર્ડને લઈ શંકરાચાર્ય નરેન્દ્રાનંદ સરસ્વતીની પ્રતિક્રિયા સામે આવી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતમાં વકફ બોર્ડની જરૂર નથી. સાથે જ ભારતમાં વકફ બોર્ડ સમાપ્ત કરવા બિલ લાવવું જોઈએ.


[[$googlead]]

આજે બાંગ્લાદેશની હાલત ખૂબ ચિંતાજનક છે ત્યારે આ મામલે શંકરાચાર્ય નરેન્દ્રાનંદ સરસ્વતીએ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘ભારતની ત્રણેય સેનાએ સાવધ રહેવું જોઈએ’ અને ‘ચીન ભારતના પાડોશી દેશોમાં અરાજકતા ફેલાવે છે’.

‘ભારતની ત્રણેય સેનાએ સાવધ રહેવું જોઈએ’

[[$alsoread]]

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે અમને બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલની માહિતી મળી છે. દેશમાં લશ્કરી શાસન છે. અમે આશા રાખીએ છીએ કે સેના નાગરિકોની સુરક્ષા માટે પોતાની ફરજ ચોક્કસપણે નિભાવશે. શંકરાચાર્યએ કહ્યું કે લગભગ 10 ટકા હિંદુઓ બાંગ્લાદેશમાં રહે છે. તેમની સલામતી મહત્વપૂર્ણ છે. તેથી તે બાંગ્લાદેશ આર્મીને હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરશે.મહત્વનું છે કે એક વીડિયો વાયરલ થયો છે. જેમાં હિંદુ મંદિરમાં તોડફોડ થઇ છે. મેહરપુર ઇસ્કોન મંદિરમાં ઉપદ્રવીઓએ તોડફોડ કરી હતી.


  • Follow us on: