અમદાવાદમાં રથયાત્રાને લઈ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે, રથયાત્રા પહેલા સંવેદનશીલ વિસ્તારમાં વેજલપુર પોલીસે પેટ્રોલિંગ હાથધર્યુ છે, જુહાપુરા અને વેજલપુરમાં પોલીસે કર્યું ફુટ પેટ્રોલિંગ, પીઆઈ આર,એમ,ચૌહાણની અધ્યક્ષતામાં આ ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુ, મોડી રાત સુધી આ પેટ્રોલિંગ કરવામાં આવતા ગુનેગારોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો, તો અન્ય વિસ્તારમાં પણ પેટ્રોલિંગ કરવામાં આવશે.


[[$googlead]]

રથયાત્રા રૂટ પર 1000થી વધુ મકાનોને નોટિસ પાઠવવામાં આવી

રથયાત્રાને લઈને શહેરમાં ઠેર-ઠેર રોડને સુશોભિત કરવાથી લઈ રોડ રસ્તાના રીપેરિંગ અને મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા જર્જરીત મકાનોને ઉતારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રથયાત્રાના રૂટ પર આવેલા 1000થી વધુ મકાનોને નોટિસ પાઠવવામાં આવી છે.આ પ્રક્રિયા દર વર્ષે હાથ ધરવામાં આવે છે.આ મકાનોમાં 470 મકાનો તો અતિ જર્જરીત એટલે કે ભયજનક સ્થિતિમાં છે અને તેના કારણે પણ લોકોને મુશ્કેલી પડી શકે તેમ છે.જેમાં ગત વર્ષ કરતાં નવાં જર્જરીત મકાનોની સંખ્યામાં કોઈ વધારો નોંધાયો નથી.ખાડિયા, માણેકચોક, દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, ઘી કાંટા ચાર રસ્તા, પાનકોર નાકા, જમાલપુર સહિતના રથયાત્રાના રૂટ પર એસ્ટેટ વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં વર્ષોથી બંધ તેમજ અતિ જર્જરીત અને લાંબા સમયથી કોઈ રહેતું ન હોય તેવા મકાનોની તપાસ શરૂ કરાઈ છે.

[[$alsoread]]

  • Follow us on: