જુનાગઢ જિલ્લાના દેવળિયા પાર્કની જ્યાં સિંહદર્શન માટે બનાવવામાં આવેલા નિયમોનો પ્રવાસીઓ દ્વારા ખુલ્લેઆમ ભંગ કરવામાં આવ્યો છે જેનો વિડીયો પણ સામે આવ્યો છે. જુનાગઢના દેવળિયા પાર્કનો વિડીયો આજકાલ સોશિયલ મીડિયામાં ખાસ્સો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સાસણ વન વિભાગના નિયમોનો ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળી રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે સિંહ દર્શન કરવા ગયેલા પ્રવાસીએ નિયમનો ભંગ ભંગ કરીને ગાડીમાંથી બહાર ઉતરતા જોવા મળ્યા હતા.


[[$googlead]]

ગીર અભ્યારણમાં સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓની સુરક્ષાને લઈને સાસણ વન વિભાગ દ્વારા એક નિયમ બનાવવામાં આવ્યો છે કે કોઈપણ પ્રવાસી સિંહ દર્શન સમયે ગાડીમાંથી બહાર ન નીકળી શકે. જોકે, સિંહ દર્શન માટે આવેલા કેટલાંક પ્રવાસીઓ પોતાના અને અન્યના જીવને જોખમમાં મૂકીને નિયમોને ઘોળીને પી ગયા હોય તેમ બિન્દાસ ગાડીમાંથી બહાર ઉતરે છે. વિડીયોમાં જે સ્થળે ગુજરાત ગવર્મેન્ટ લખેલી ગાડી માંથી પ્રવાસીઓ ઉતરયા હતા તે સ્થળે થોડી દૂર એક સિંહ પણ જોવા મળે છે. ત્યારે સોશિયલ મીડિયામાં આ વિડિયો ખાસ્સો વાયરલ થઈ રહ્યો છે. તો વિડીયોને લઈને CCF આરાધના સાહુ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.


[[$alsoread]]

  • Follow us on: