રાજકોટમાં કારચાલકનો વીડિયો વાયરલ થયો હતો જેમાં યુવક ફિલ્મી રીતે કાર ચલાવીને યુવતીનો પીછો કરી રહ્યો છે, યુવતીનો પીછો કરતા કારચાલકનો વીડિયો વાયરલ થતા સૌ કોઈ ચૌંકી ગયા હતા, ટુ વ્હીલરમાં પાછળ બેઠેલી યુવતી પીછો કરવામાં આવતો હોવાની વાત સામે આવી છે તો સંદેશ ન્યૂઝ વાયરલ વીડિયોની પુષ્ટી કરતુ નથી.


[[$googlead]]

રાજકોટમાં યુવતીનો પીછો કરનારને પોલીસે ઝડપ્યો

રાજકોટમાં વીડિયો વાયરલ થતાની સાથે જ પોલીસ પણ એકટિવ મોડમાં આવી ગઈ હતી અને યુવતીનો પીછો કરતા કારચાલકને ઝડપી લેવામાં આવ્યો હતો, તો પીછો યુવકે એવો કર્યો કે જાણે કોઈ ફિલ્મનું શુટિંગ ચાલતુ હોય, પોલીસનું કહેવું છે કે બન્ને પક્ષે સમાધાન થઈ ગયું છે, જો સમાધાન તો થઈ ગયું પણ રાજકોટમાં કાયદો હાથમાં લેનારને પોલીસ પાઠ ભણાવશે કે નહી તે જોવાનું રહ્યું.

[[$alsoread]]

  • Follow us on: