અમદાવાદ સિવિલના એમ્બ્યુલન્સ ડ્રાઈવરોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. ડ્રાઈવરોનો આરોપ છે કે 20 વર્ષની નોકરી કરનારને છુટા કરવાની સંભાવના સેવાઈ રહી છે. એમ્બ્યુલન્સ ડ્રાઇવરોને છુટા કરવાનાં નિર્ણય સામે ડ્રાઈવરોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત એમ્બ્યુલન્સ ડ્રાઇવરોએ આરોપ લગાવ્યો હતો કે દર મહિને મળતું 5 હજારનું એલાઉન્સ પણ બંધ કરવામાં આવ્યું છે. ડ્રાઈવરોએ ચિંતા વ્યક્ત કરી હતી કે 45-50 વર્ષની ઉંમરે હવે તેમને કોણ નોકરી આપશે.


[[$googlead]]

કોરોનામાં આ એમ્બ્યુલન્સના ડ્રાઈવરોએ જીવના જોખમે કામ કર્યું હતું. જો આમને જ છુટા કરવામાં આવશે તો પછી તેમનું સગું કોણ થશે. ડ્રાઈવરોએ જણાવ્યું હતું કે ખાનગી સંસ્થાને કામ આપતા તેમને કાઢી મૂકવાની વાત ચાલી રહી છે. વિરોધ ખરી રહેલા ડ્રાઈવરોએ તેમના બાળકોના ભવિષ્યને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.


[[$alsoread]]

  • Follow us on: