હાલમાં રાજકોટ અગ્નિકાંડને 14 કલાક કરતાં વધારે સમય વીત્યો છે. આમ છતાં હજુ સુધી એક પણ મૃતદેહની ઓળખ થઈ શકી નથી. ગેમઝોનમાં આગની ઘટના બની તેમાં મૃત્યુઆંક સત્તાવાર રીતે 28નો સામે આવ્યો છે. જેમાં કુલ 9 બાળકો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કુલ 31 પરિવારોએ તેમના સગા ગુમ હોવાની ફરિયાદ નોંધાવી છે. આગના કારણે મૃતદેહ એટલી હદે બળી ગયા કે તેમને ઓળખવાનું મુશ્કેલ બન્યુ. મોડી રાત સુધી ડીએનએ લેવામાં આવ્યા. તંત્રની વાત કરીએ તો તેમની પાસે મિસિંગ અંગે કોઈ નક્કર માહિતિ પણ નથી. એર એમ્બ્યુલન્સની મદદથી ડીએનએ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. 14 કલાક બાદ પણ એકપણ ડીએનએની ઓળખ થઈ શકી નથી. જે માહિતિ સામે આવી છે તેમાં કહેવાઈ રહ્યું છે કે ડીએનએ રિપોર્ટ 48 કલાક બાદ આવશે. એઈમ્સ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં 16 મૃતદેહો રખાયા છે તો 11 મૃતદેહને સિવિલ હોસ્પિટલના સ્ટોરેજમાં રખાયા છે.


[[$googlead]]


[[$alsoread]]
  • Follow us on: