અમરેલીના અમરાપુરમાં પાણીની ટાંકી જર્જરિત હાલતમાં જોવા મળી છે. અમરાપુર ગામના પૂર્વ સરપંચે આ વીડિયો લીધો હતો અને જોરદાર રીતે વાયરલ થયો છે. સાથે જ એવી માહિતી સામે આવી છે કે, આ જર્જરિત ટાંકીમાંથી પાણીનું વિતરણ કરવામાં આવે છે અને લોકો પણ આ ટાંકીની હાલત જોઈને ચિંતામાં મુકાયા છે. ત્યારે હવે અમરાપુર ગામના પૂર્વ સરપંચે આ વીડિયો વાયરલ કર્યો છે અને મુદ્દો ઉઠાવ્યો છે.
અમરેલીના અમરાપુરમાં પાણીની ટાંકી જર્જરિત હાલતમાં છે અને તેની નજીક ટાંકીની નજીકમાં જ પ્રા.શાળા અને માતાજીનું મંદિર છે ત્યારે હવે શાળાએ જતા વિર્ધાર્થીઓ અને મંદિરે દર્શને આવતા ભક્તો પણ ગમે ત્યારે આ જર્જરિત ટાંકીની નજીક આવી શકે છે. કહેવામાં આવ્યું છે કે, તંત્રને અનેક રજૂઆત છતાં ટાંકીનું સમારકામ થયું નથી. જો પાણીની ટાંકી પડે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે અને લોકો આ ઘટાનાનો ભોગ બની શકે છે. પૂર્વ સરપંચ સુખભાઈ વાળાએ આ વીડિયો વાયરલ કર્યો છે.









