ગીર-સોમનાથ જિલ્લામાં ફરી એકવાર ઈકો ઝોન સામે મોરચો મંડાયો છે. જો કે આ વખતે વિરોધ જરા જુદી રીતે કરવામાં આવ્યો છે. અત્યારે નવરાત્રિ ચાલી રહી છે ત્યારે ઈકો ઝોનનો વિરોધ કરવા વિરોધ પ્રદર્શન કરનારાઓએ લેઉઆ પટેલની ગરબીમાં વિવિધ બેનરો દર્શાવીને વિરોધ કર્યો હતો. તાલાલાના ધાવા, ગીર અને વાડલા ગામે વિરોધ કરાયો હતો. મોટી સંખ્યાઓમાં એકઠી થઈને મહિલાઓએ ઈકો ઝોન હટાવવાની માંગણી કરી હતી.
કેન્દ્ર સરકારે ઈકો ઝોનના કાયદાનું પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરતાની સાથે ગીર-સોમનાથમાં મોટાપાયે વિરોધ શરૂ થયો છે. કેન્દ્રનું જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે 197 ગામડાઓનાં રહેવાસીઓએ વિરોધ શરૂ કર્યો છે. જેમાં ગીર-સોમનાથમાં વિરોધ જરા જુદી રીતે થયો હતો. લેઉઆ પટેલ સમાજની ગરબીમાં કાળા રંગના બેનરો સાથે મહિલાઓએ વિરોધ નોંધાવી ગરબી રમીને વિરોધ કર્યો હતો. ઈકો ઝોન સામે મહિલાઓ રણચંડી બનીને સામે આવી છે.









