ઓસ્ટ્રેલિયન સેનેટર ફાતિમા પેમેનનું ગૃહમાં ભાષણ આપતા તેમના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અને યુઝર્સે તેમની પ્રશંસા કરી છે. 

રાજકીય અને વ્યાવસાયિક જવાબદારીઓ

ઓસ્ટ્રેલિયન સંસદમાંનું એક દ્રશ્ય સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. આ દ્રશ્ય માતૃત્વ અને વ્યાવસાયિક જવાબદારીઓનું સંતુલન જાળવવાનું એક સુંદર ઉદાહરણ રજૂ કરે છે. સેનેટર ફાતિમા પેમેન પોતાની 6 મહિનાની પુત્રીને ખોળામાં લઈને સંસદમાં પહોંચ્યા હતા. તેમણે દર્શાવ્યું કે, માતા બન્યા પછી પણ મહિલાઓને તેમની રાજકીય અને વ્યાવસાયિક જવાબદારીઓથી પાછળ હટવાની જરૂર નથી.

https://x.com/fujikaize/status/2125105518368989404?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2125105518368989404%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

પુત્રીને સાથે રાખીને કર્યુ કામ 

સેનેટર ફાતિમા પેમેન ફેડરલ સરકારના ઓનલાઈન સેફ્ટી એમેન્ડમેન્ટ બિલ 2026 પર ચર્ચા દરમિયાન તેમની પુત્રી આલિયા સાથે સંસદમાં દેખાયા હતા. સંસદીય કાર્યવાહી દરમિયાન તેમની પુત્રી સાથે પહોંચેલી ફાતિમાની છબી કાર્યકારી માતાઓના જીવનની ઝલક આપે છે. મહિલાઓ ઘણીવાર બાળ સંભાળ અને કારકિર્દી જવાબદારીઓને સંતુલિત કરવાના પડકારનો સામનો કરે છે. પરંતુ સંસદીય કાર્યવાહીમાંથી ખસી જવાને બદલે, ફાતિમાએ તેમની પુત્રીને પોતાની સાથે લઈ જવાનું પસંદ કર્યું હતુ.

કોણ છે ફાતિમા પેયમેન ?

ફાતિમા પેયમેન એક ઓસ્ટ્રેલિયન રાજકારણી છે અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરતી સેનેટ સભ્ય છે. તે "ઓસ્ટ્રેલિયાઝ વોઇસ" નામના સ્વતંત્ર રાજકીય પક્ષનું નેતૃત્વ કરે છે અને સંસદમાં એક અગ્રણી ક્રોસબેન્ચ અવાજ તરીકે ઉભરી આવી છે. ફાતિમાનો જન્મ અફઘાનિસ્તાનમાં થયો હતો અને બાળપણમાં જ તેમના પરિવાર સાથે ઓસ્ટ્રેલિયા રહેવા ગઈ હતી. 2022 માં, તેણી ઓસ્ટ્રેલિયન લેબર પાર્ટીના સભ્ય તરીકે સેનેટમાં પ્રવેશી, તે સમયે ઓસ્ટ્રેલિયન સંસદમાં ચૂંટાયેલી સૌથી નાની ઉંમરની મુસ્લિમ મહિલા બની. બાદમાં તેણીએ લેબર પાર્ટી છોડી દીધી અને પોતાનો સ્વતંત્ર રાજકીય પક્ષ, ઓસ્ટ્રેલિયાઝ વોઇસની સ્થાપના કરી હતી. 

આ પણ વાંચોઃ સોના-ચાંદીના ઘટાડા વચ્ચે રોબર્ટ કિયોસાકી કેમ કરે છે ખરીદી, જાણો શુ છે કારણ?