ગુજરાતના સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના લખતર (Lakhtar) ખાતે આવેલી પાંજરાપોળ (Panjrapole) ની ગંભીર બેદરકારી દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Video) થતાં ભારે ચકચાર મચી ગઈ છે. આ વાયરલ વીડિયોને લઈને એવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે અબોલ ગૌવંશ માટેના ઘાસચારા સાથે ગોબર અને ગૌમૂત્ર ભળી રહ્યા છે. આ ઉપરાંત, ગાયોને આપવામાં આવતો ઘાસચારો સ્વચ્છતા જાળવ્યા વિના જમીન પર ઘસેડીને લઈ જવાતો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે, જે અબોલ પશુઓના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડાં સમાન છે.
વીડિયોમાં ગૌવંશ સાથે અભદ્ર વ્યવહાર થતો દેખાયો
સોશિયલ મીડિયામાં ફરતા થયેલા આ વીડિયોમાં માત્ર ઘાસચારાની જ નહીં, પરંતુ ગૌવંશ સાથે અભદ્ર વ્યવહાર (Misbehavior with Cattle) થતો હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હોવાનું સામે આવ્યું છે. અબોલ અને નિરાધાર પશુઓની સેવા અને રક્ષણ માટે બનાવવામાં આવેલી પાંજરાપોળમાં જ આ પ્રકારની અસંવેદનશીલતા અને બેદરકારી સામે આવતા સ્થાનિક જીવદયા પ્રેમીઓ (Animal Lovers) માં ભારે રોષ અને આક્રોશ ફાટી નીકળ્યો છે.
