ધારાસભ્ય અનંત પટેલ બાદ હવે MLA ચૈતર વસાવા સાંસદ પર વરસ્યા છે. સાંસદ ધવલ પટેલના નિવેદન પર ચૈતર વસાવાએ આકરા પ્રહારો કર્યા છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ નિવેદન આપતા કહ્યું કે ધવલ પટેલે સમાજના મંચ પરથી રાજકારણ ના કરવું જોઈએ.
ધારાસભ્ય ચૈતર વસાવાએ કાર્યકર્તા અને સંગઠનના આગેવાનો સાથે કરી બેઠક
આવનારી પાલિકાની ચૂંટણીને લઈ વલસાડ ખાતે ચૈતર વસાવાએ કાર્યકર્તા અને સંગઠનના આગેવાનો સાથે બેઠક કરી હતી. જેમાં આવનારી પાલિકાની ચૂંટણીમાં ધરમપુર, વલસાડ અને પારડી ખાતે પાર્ટીના ઉમેદવારો ઉતારી અલગ ચૂંટણી લડવાની તૈયારીને લઈ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં લોકોના પ્રશ્નો સદન સુધી લઈ જવા અને લોક હિતમાં કામ કરવા જેવી અલગ અલગ બાબતે આજ રોજ વલસાડ સર્કિટ હાઉસ ખાતે ચૈતર વસાવાએ બેઠક કરી.
આ મુદ્દે બેઠકમાં થઈ ચર્ચા
છેલ્લા એક અઠવાડિયાથી દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લા ફરી સંગઠન મજબૂત કરી લોકસભામાં જે હાર મળી અને આખા રાજ્યમાં લોકોએ 41 લાખ જેટલા મત આપ્યા, જેને લઈ વધુથી વધુ પાલિકાની ચૂંટણીઓમાં કામ કરી ચૂંટણી જીતવા જેવી બાબતો પર બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી હતી.









