- દ્વારકામાં મકાનો વરસાદી પાણીમાં ગરકાવ
- આવડપરામાં મકાન વરસાદી પાણીમાં ગરકાવ
- NDRF દ્વારા લોકોનું રેસ્ક્યૂ કરાયું
દ્રારકાના ગોમતીઘાટ પર વરસાદી પાણી ફરી વળ્યા છે,આવડપરામાં મકાન વરસાદી પાણીમાં ગરકાવ થવાની ઘટના બની છે,સાથે સાથે છેલ્લા બે દિવસથી વરસાદ મનમૂકીને દ્રારકામાં વરસી રહ્યો છે,ત્યારે અગામી સમયમાં મકાનોમાંથી પાણી દૂર થાય તેવી આશા નગરપાલિકા સાથે રાખી રહ્યું છે,ત્યારે જોવાનું એ રહ્યું કે,આ પાણી ઉતરવાની સમસ્યા કયારે દૂર થાય છે.
વિસ્તારમાં રહેતા ખેડૂતોનું જનજીવન પ્રભાવિત થયુ
યાત્રા ધામ દ્વારકામાં આવેલ ચરકલા હાઈવે રોડ વરસાદી પાણી આવતા વાહન ચાલકો હેરાન થયા છે. જેમાં દ્વારકાથી ચરકલા લીમડી હાઇવે રોડ પર વરસાદી પાણી ફરીવળતા આ સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો છે. આ વિસ્તારમાં રહેતા ખેડૂતોનું જનજીવન પ્રભાવિત થયુ છે. તેમજ અમરેલી જિલ્લામાં 205 મીમી વરસાદ પડવાની શક્યતા રહેલી છે. આજ રોજ પવનની ઝડપ પ્રતિ કલાકે 33 કિમીની રહેશે. અમરેલી જિલ્લામાં આગામી તારીખ 30 થી 31 દરમિયાન હુંફાળું, ભેજવાળું અને વાદળછાયુ હવામાન રહેવાની શક્યતાઓ છે. તેમજ છૂટો છવાયો વરસાદ પડવાની પણ શક્યતા છે.
ડીપ ડિપ્રેશન આજે સાંજ સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર નીકળી જવાની આશા
ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં બારે મેઘ ખાંગા થતાં મોટા ભાગનું ગુજરાત વરસાદી પાણીથી ભરાઇ ગયું છે. ધોધમાર વરસાદના કારણે મોટા ભાગના જિલ્લાઓમાં પૂરની સ્થિતિ આવી છે અને અનેક કેટલાક લોકોના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે. જો કે, ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. IMDએ જણાવ્યું કે, ગુજરાત માટે સૌથી ખરાબ સમય આજે સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે, કારણ કે આવતીકાલે સવારે ડીપ પ્રેશર પાકિસ્તાન તરફ આગળ વધશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારો પર સર્જાયેલું ડીપ ડિપ્રેશન આજે સાંજ સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર નીકળી જવાની આશા છે.









