સમગ્ર દેશમાં ચોમાસાને કારણે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. સતત પડી રહેલા વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીની આવક વધી રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમ 92.14 ટકા ભરાયો છે. નર્મદા ડેમની જળ સપાટી 135.34 મીટરે પહોંચી. ડેમમાં જળસ્તર મહત્તમ સપાટીથી 3.34 મીટર નીચે રહ્યુ છે. 9460 મિલિયન ક્યુબીક મીટર પાણીનો સ્ટોરેજ થયુ છે.
આસાથે જ ઉત્તર ગુજરાતના આ તમામ વિસ્તાર બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓના કુલ 952 તળાવોને જુદીજુદી 13 પાઈપલાઈનો મારફતે નર્મદાનું પાણી આપવાનું રાજ્ય સરકારે મુખ્યમંત્રીના દિશાદર્શનમાં આગોતરું આયોજન કર્યું છે. પાઈપ લાઈન દ્વારા 1 હજાર ક્યુસેક્સ પાણીને લઇને આ તળાવોમાં પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી છે. તે ક્રમશ: વધારીને 2400 ક્યુસેક્સ પાણીકરવામાં આવશે ઉત્તર ગુજરાતના આ તળાવોમાં આગામી દિવસોમાં પહોંચાડવામાં આવશે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરનો ડેમ સંપૂર્ણ ભરાઈ જવાની શક્યતા હાલ સેવાઇ રહી છે. નર્મદા ડેમના ઉપરવાસમાં સતત થઈ રહેલા વરસાદના કારણે તથા ઓમકારેશ્વર બંધમાંથી પાણી છોડાતા સરદાર સરોવર ડેમની જળ સપાટી ખૂબ ઝડપથી વધી રહી છે.









