બનાસકાંઠામાં કોર્પોરેટરો અડધી રાત્રે નગરપાલિકાની ઓફીસે પહોંચ્યા હતા ભાજપ અને AAPના કોર્પોરેટરોએ મોરચો માંડયો હતો,વોર્ડ નં-4માં પીવાનું પાણી ન મળતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો તો પાણીની લાઇન ખોદી હોવાથી પાણી બંધ હોવાનું નગરપાલિકાના સત્તાધીશો કહી રહ્યાં છે.લોકોની સમસ્યાને લઇ કોર્પોરેટર નગરપાલિકાએ દોડ્યા હતા જેને લઈ નાગરિકોમાં પણ ખુશી જોવા મળી હતી.
ડીસામાં ભાજપના મહીલા કોર્પોરેટર ધરણાં પર બેઠા
ડીસામાં વોર્ડ નં 4 ના વિસ્તારમાં લોકોને પીવાનું પાણી ન આવતા કોર્પોરેટર ધરણા પર બેઠા હતા સાથે સાથે નિલાબેન પ્રજાપતિએ પણ અગાઉ રજૂઆત કરી હતી તેમ છત્તા નગરપાલિકાના સત્તાધીશો તેમની વાત સાંભળી રહ્યાં નથી.સરહદી જિલ્લા બનાસકાંઠામાં પીવાના પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકાર દ્વારા અનેક પગલા લેવામાં આવ્યા છે. જેમાં 27 મી સપ્ટેમ્બર 2024ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ડીસા અને લાખણી તાલુકાના ગામોની જુથ પાણી પુરવઠા યોજના ફેઝ - 1થી 4 ના તથા રાણકપુર ઓફટેક આધારિત પાણી પુરવઠાની સુધારણા યોજનાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.
પાણીને લઈ તકલીફ યથાવત
બનાસકાંઠા જિલ્લાના નર્મદા મુખ્ય નહેરના દેવપુરા, તાલુકો વાવ ઓફટેક આધારીત ડીસા અને લાખણી તાલુકાના કુલ 88 ગામોનો સમાવેશ થાય છે. જેમાં ડીસા તાલુકાના 51 ગામ અને લાખણી તાલુકાના 37 ગામ છે. જ્યારે બીજી પાણી પુરવઠા યોજના રાણકપુર ઓફટેક સુધારણા યોજના હેઠળ કાંકરેજ અને દિયોદર તાલુકાના કુલ 104 ગામ અને થરા શહેરનો સમાવેશ કરાયો છે. જેમાં કાંકરેજ તાલુકાના 80 ગામ, દિયોદર તાલુકાના 23 ગામ, લાખણી તાલુકાના 10 ગામ તથા થરા શહેરનો સમાવેશ થયો છે.









