હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણએ રાજ્યમાં અનેક જિલ્લામાં આજે ભારે વરસાદ વરસી શકે છે. જેથી અનેક જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં છે.


[[$googlead]]

અનેક જિલ્લામાં વરસી શકે ભારે વરસાદ

દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ સુરત અને ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, નર્મદા, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને ભાવનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ ગીર સોમનાથ, દીવ, જુનાગઢ અને બોટાદમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીને લઈને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.  

[[$alsoread]]

  • Follow us on: