રાજ્યમાં ગરમી અંગે હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું કે આગામી દિવસમાં ગરમીનો પ્રકોપ રાજ્યમાં વધશે. રાજ્યમાં 3 દિવસ યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે. તાપમાનનો પારો 3થી4 ડિગ્રી વધવાની સંભાવના છે. આગામી ત્રણ દિવસ તાપમાનમાં વધારો થશે. જેમાં કંડલા 43.6 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમ શહેર રહેશે. ત્યારબાદ અમદાવાદ-ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન રહેશે,


[[$googlead]]

આવતીકાલે કચ્છમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી

તમને જણાવી દઈએ કે આજે કંડલા, બનાસકાંઠા, દીવ, સાબરકાંઠા, દીવ, રાજકોટ, કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો આવતીકાલે કચ્છમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે આવતીકાલે બનાસકાંઠામાં પણ કચ્છ જેવી જ સ્થિતિ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્ છે. અમદાવાદમાં 44 ડિગ્રી, ગાંધીનગરમાં 44 ડિગ્રી, રાજકોટમાં 44 ડિગ્રી, કંડલામાં 41 ડિગ્રી, ડીસામાં 44 ડિગ્રી, વડોદરામાં 41 ડિગ્રી, ભુજમાં 43 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

[[$alsoread]]

  • Follow us on: