હવામાન વિભાગ દ્વારા દેશમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારેઆ આ ભારે વરસાદને લઈને દેશમાં 4 દિવસ સુધી 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં બિહાર ,બંગાળ અને સિક્કિમમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અરુણાચલ પ્રદેશ ,આસામ અને મેઘાલયમાં પણ ભારે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદથી 200 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. ત્યારે ઉત્તરાખંડમાં ઠેર ઠેર ભૂસ્ખલનથી ચારધામ યાત્રા પ્રભાવિત થઈ છે.


[[$googlead]]

પૂરને કારણે અત્યાર સુધીમાં 84 લોકોના મોત

મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ગોવા,મહારાષ્ટ્ર, કર્ણાટક, આસામ,ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશની વાત કરવામાં આવે તો હિમાચલમાં વરસાદને લઈને 28થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે. જ્યારે આસામમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 84 લોકોના મોત થાય છે. આસામના 26 જિલ્લાના 17 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.

[[$alsoread]]


  • Follow us on: