ગુજરાતમાં ચોમાસાએ હાલ પૂરતો વિરામ લીધો છે પણ દેશના કેટલાક ભાગોમાં વરસાદ મુશ્કેલી અને કહેર બનીને વરસી રહ્યો છે. ત્યારે મુંબઈમાં રાત્રે 6 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબકતાં આખું શહેર પાણી પાણી થઈ ગયું છે. જેને લઈને નીચાણવાળા ભાગો તળાવમાં ફેરવાઈ ગયા છે. તો ઘણા વિસ્તારો દરિયા સાથે એકાકાર થયા છે. મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો રાયગઢમાં વાદળ ફાટતાં પહાડ પરથી જાણે ધોધ પડતો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.


[[$googlead]]

આકાશી આફતનો સામનો

રાયગઢમાં કિલ્લો જોવા ગયેલા પ્રવાસીઓ ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગયા. તો આ તરફ ઉત્તરાખંડ પણ આકાશી આફતનો સામનો કરી રહ્યું છે. ઋષિકેશ અને ચમોલી જિલ્લામાં પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જેમાં નદીઓ જોખમી સ્તરથી ઉપર વહી રહી છે. તો આ તરફ જમ્મુ કાશ્મીરમાં વરસાદ વચ્ચે ભૂસ્ખલને મુશ્કેલી વધારી છે. જેમાં પુંછ અને રાજૌરીને કાશ્મીર સાથે જોડતા મુઘલ રોડ પર પહાડનો ભાગ ધસી પડતાં રસ્તો બંધ થઈ ગયો છે.

[[$alsoread]]


  • Follow us on: