રાજ્યમાં મોન્સૂન બ્રેકની અસરથી વરસાદની અછત જોવા મળી રહી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાના આગમન બાદ મોન્સૂન બ્રેક જોવા મળ્યો હતો. જે બાદ ગુજરાત રાજ્યમાં 75 ટકા વરસાદની અછત જોવા મળી રહી છે.સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમાં 66 ટકા વરસાદની અછત જોવા મળી રહી છે. ત્યારે 25 જૂન બાદ ચોમાસુ એક્ટિવ થવાની પણ શક્યતા રહેલી છે.


[[$googlead]]

ગુજરાતમાં 24 થી 26 જૂન વરસાદની શરૂઆત થશે અને 28 થી 30 જૂન સુધીમાં ચોમાસુ જામી જશે.26 થી 30 જૂન સુધીમાં ગુજરાતના ઘણા પ્રાંતમાં વરસાદ રહેશે.દક્ષિણ ભારતના કેરળથી કર્ણાટક સુધી 23 થી 26 જૂન સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદની શકયતા રહેલી છે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આ આગાહી કરવામાં આવી છે.


[[$alsoread]]

  • Follow us on: