આજે રાજ્યમાં હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને શિયરઝોન સક્રિય થવાના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે. ત્યારે ઓફશોર ટ્રક સક્રિય થવાના કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે.
ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં પોરબંદર, દ્વારકા, કચ્છ અને અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ મોરબી, જુનાગઢ અને જામનગર સહિત અન્ય ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
મોરબી, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું કહી શકાય કે, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર અનેક જિલ્લામાં વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે હવે વરસાદની આગાહીને લઈને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.









