હાલ દેશભરમાં ચોમાસાનો માહોલ બરોબર જામ્યો છે. ત્યારે ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં આકાશમાંથી આફત વરસી રહી છે. આ રાજ્યોમાં વરસાદ કહેર વરસાવી રહ્યો છે. ત્યારે હજી આગામી 5 દિવસમાં 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. અનેક રાજ્યોમાં લોકોને વરસાદને લીધે હાલાકી ભોગવવી પડી રહી છે. હજી 5 દિવસ 23 રાજ્યો માટે ભારે રહેશે.


[[$googlead]]

અનેક રાજ્યોમાં વરસાદે તારાજી સર્જી

ઉત્તરાખંડમાં ભારે વરસાદને લીધે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા હતા. ત્યારે હવે 83 કલાક બાદ ઉત્તરાખંડમાં બદ્રીનાથ હાઈવે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. જ્યારે બિહારમાં વીજળી પડવાને લીધે 21 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઉત્તર પ્રદેશની વાત કરવામાં આવે તો ત્યાં ઘણા શહેરોમાં પૂરની સ્થિતિ ગંભીર જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશના 250થી વધુ ગામો પૂરની ઝપેટમાં આવી ગયા છે. આસામમાં હજુ પણ 12 લાખથી વધુ લોકો પૂર પ્રભાવિત થયા છે. 

[[$alsoread]]

  • Follow us on: