રાજ્યના હવામાન વિભાગ દ્વારા વેધર બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે.જેમાં મળતી માહિતી અનુસાર આગામી ત્રણ કલાક ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ કલાક ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં પોરબંદર,રાજકોટ, અમરેલી, નવસારી,ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ ભાવનગર,ગીર સોમનાથ, જૂનાગઢ, સુરત,વલસાડ,દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.









