છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે ત્યારે હવે રાજ્યમાં કાળઝાળ ગરમી સામે રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્યમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. મહત્વનું કહી શકાય કે, પવનોની દિશા બદલાવવાના કારણે તાપમાનમાં ઘટાડો થયો હોવાનું સામે આવી રહ્યું છે. ગુજરાતભરમાં લોકો ગરમીના કારણે પરેશાન થતાં હતા પણ રાજ્યમાં સૌથી વધારે તાપમાન અમદાવાદમાં 42.6 જેટલું નોંધાયું હતું. આ સાથે જ ગાંધીનગરમાં 42.5, સુરેન્દ્રનગરમાં 42.3, ભાવનગર 41.5 ડિગ્રી,અમરેલીમાં 41.2 ડિગ્રી, રાજકોટમાં 40.6 ડિગ્રી, ડીસામાં 40.2 ડિગ્રી, વલ્લભવિદ્યાનગરમાં 39.9 ડિગ્રી અને વડોદરામાં 39.0 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું. પણ હવે રાજ્યભરમાં ગરમી સામે રાહત મળી રહે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાતા ગરમીથી રાહત મળી શકે છે અને આ સાથે જ બનાસકાંઠા,પાટણ,સુરેન્દ્રનગર અને કચ્છમાં ડસ્ટસ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે.


[[$googlead]]
  • Follow us on: