પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં કંચનજંગા એક્સપેસને માલગાડીએ ટક્કર મારતા ટ્રેન દુર્ઘટના સર્જાયો છે. જેમાં કંચનજંગા એક્સપેસની 3 ડબ્બાને ખૂબ જ ખરાબ રીતે નુકસાન થયુ છે. 15 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. જ્યારે 30 લોકો ઘાયલ થયા છે.


[[$googlead]]

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં કંચનજંગા એક્સપ્રેસ ટ્રેન એક માલગાડી સાથે અથડાઈ હતી. ધક્કો એટલો જોરદાર હતો કે એક બોગી બીજી બોગી પર ચઢી ગઈ. ઘટનાની જાણ થતાં કટિહાર રેલવે ડિવિઝનમાં ખળભળાટ મચી ગયો છે. રેલવે અધિકારીઓ કટિહાર અને NJPથી આકસ્મિક રાહત ટ્રેન અને મેડિકલ વાન સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

આ અકસ્માતમાં બે કોચ પાટા પરથી ઉતરી ગયા છે. ટ્રેન સિયાલદહ જઈ રહી હતી. એક માલગાડીએ પાછળથી ઉભી રહેલી ટ્રેનને ટક્કર મારી હતી. ટ્રેનની ત્રણ બોગીને ખરાબ રીતે નુકસાન થયું છે. અકસ્માત બાદ બે બોગી એકબીજાની ઉપર ચઢી ગઈ છે. આ અકસ્માત રંગપાણી અને નિજબારી વચ્ચે થયો હતો. બચાવ કાર્ય માટે ડિઝાસ્ટર ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

[[$alsoread]]


  • Follow us on: