વરસાદને લઈને રાજ્યા હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે. આજે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અપર એર સાયકલોનીક સર્ક્યુલેશનને લીધે દક્ષિણ ગુજરાત ભારે વરસાદની આગાહી કરાઈ છે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ રહેવાની આગાહી કરાઈ છે. 3 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે.
વડોદરામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો
રાજ્યના વલસાડ, નવસારી, સુરત, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. શહેરમાં 37 ડિગ્રી મહતમ તાપમાન રહેશે. ત્યારે વડોદરામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાઘોડિયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવવાની સાથે જ માળોધર, સાંગાડોલ, ગોરજ, તવરામાં વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.









