આજે વહેલી સવારથી જ બનાસકાંઠાની વાવ બેઠક પર પેટા ચૂંટણીને લઈને મતદાન શરૂ થઈ ગયું છે અને બપોરે 3 વાગ્યા સુધી 55 ટકા જેટલુ મતદાન નોંધાયું છે. મતદારો મતદાન કરીને આજે ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ કરશે. ત્યારે સવાલ એ છે કે વાવમાં કમળ ખિલશે કે ગુલાબ?


[[$googlead]]

ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર મતદાન માટે નીકળ્યા

આ દરમિયાન ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર પણ મતદાન કરવા માટે નીકળ્યા, ઘરેથી દેવદર્શન કરી મતદાન માટે ઉમેદવાર નીકળ્યા છે. માતા-પિતાના આશીર્વાદ લઈ મતદાન માટે રવાના થયા અને આ દરમિયાન સ્વરૂપજી ઠાકોરે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે ગામેગામના લોકોના આશીર્વાદ મળ્યા છે, સ્થાનિક મતદારો વિકાસ માટે કમળ ખીલવશે અને ખૂબ મોટી લીડથી વિજય થશે.

[[$alsoread]]

ગુલાબસિંહ રાજપુતે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત પણ ઢીમાના ધરણીધર ભગવાનના દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને ગુલાબસિંહ રાજપુતે ધરણીધર ભગવાન અને ઢીમણનાગના દર્શન કરીને આર્શીવાદ મેળવ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસ ઉમેદવારે લોકો વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી. ગુલાબસિંહ રાજપુતે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

વાવ કોંગ્રેસના મુખ્ય એજન્ટ નરસિંહ સોલંકીના આક્ષેપ

ત્યારે વાવ કોંગ્રેસના મુખ્ય એજન્ટ નરસિંહ સોલંકીએ આક્ષેપો કર્યા છે કે ભાજપના નેતાઓ આચાર સંહિતા ભંગ કરી રહ્યા છે. ગામડાઓમાં MLA લખેલી ગાડીઓ ફરતી હોવાનો આક્ષેપ કર્યો છે. કાર પર MLAના બોર્ડવાળી ગાડી ફરી રહી છે તેવું નરસિંહ સોલંકી કહી રહ્યા છે. તેમને ચૂંટણી અધિકારીને કાર્યવાહી કરવા માટે જાણ કરી છે, તેમને કહ્યું કે વાવ બેઠક બહારના નેતાઓ ભાજપ કાર્યાલયમાં બેસે છે. 

  • Follow us on: