અમદાવાદ-મુંબઈ વચ્ચે ટુંક સમયમાં જ બુલેટ ટ્રેન દોડતી થઈ જશે. હાલમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેન માટે 300 કિમી વાયડક્ટસનું નિર્માણ પૂર્ણ થઈ ચૂક્યુ છે અને સુરતમાં 40 મીટર લાંબા પૂર્ણ સ્પાન પણ મુકી દેવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટમાં 14 નદી પર બ્રિજનો સમાવેશ થાય છે.


[[$googlead]]

26 એપ્રિલે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને આપી હતી માહિતી

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં બુલેટ ટ્રેનનું કામ બુલેટ ગતિએ આગળ વધી રહ્યું છે. NH-48 પર 100 મીટર લાંબો સ્ટીલ બ્રિજ બનાવાયો છે. સ્ટીલ બ્રિજનો પ્રથમ સ્પાન 26 એપ્રિલે લોન્ચ કરવામાં આવ્યો હતો, આ અંગે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને માહિતી આપી હતી. નડિયાદ પાસે NH-48 દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ સાથે જોડે છે, 100 મીટર લંબાઈના 2 સ્પાન પૈકી પ્રથમ લોન્ચ કરાયો છે. આ એક 'મેક ઈન ઈન્ડિયા' સ્ટીલ બ્રિજ છે અને આ સ્પાનની ઉંચાઈ 14.6 મીટર, પહોળાઈ 14.3 મીટર છે. સ્ટીલ બ્રિજના સ્પાનનું વજન લગભગ 1414 મેટ્રિક ટન છે. આ સ્ટીલ બ્રિજ 100 વર્ષ ચાલે તે રીતે ડિઝાઈન કરાયો છે.

[[$alsoread]]

  • Follow us on: