રાજ્યમાં ઉનાળાની સિઝન અને ઉનાળુ વેકેશનનો અંતિમ સમય ચાલી રહ્યો છે, સાથે જ બપોરના સમયે કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે અમદાવાદીઓ ગરમીથી બચવા માટે સ્નો પાર્કમાં જઈને ઠંડકનો અનુભવ કરી રહ્યા છે. સ્નો પાર્કમાં આવી લોકો કાશ્મીર જેવી અનુભૂતિ કરી રહ્યા છે. સ્નો પાર્કમાં લોકો ગરમીમાં શિમલા, કુલુ મનાલી કે પછી સ્વીઝરલેન્ડ જેવી મજા માણી રહ્યા છે.
લોકોએ માઈનસ 7થી 10 ડિગ્રી તાપમાનનો અનુભવ કર્યો
ત્યારે જે લોકો ગરમીથી બચવા અને ઠંડકનો અહેસાસ કરવા કોઈ ઠંડા પ્રદેશમાં જતા હોય છે, તો ત્યાં જવાની જરૂર નથી. અમદાવાદના આંગણે જ તમે માઈનસ 7થી 10 ડિગ્રીનો આનંદ લઈ શકો છો. ત્યારે સ્નો પાર્કમાં યંગસ્ટર્સ પહોંચી ગયા છે, સ્નો પાર્કમાં અને સ્નો પાર્કમાં અલગ અલગ એક્ટિવિટી કરીને યુવાનો મોજ મસ્તી માણી રહ્યા છે. ન માત્ર યંગસ્ટર્સ પરંતુ દરેક વયના લોકો સ્નો પાર્કમાં આવીને ગરમીથી રાહત મેળવી રહ્યા છે. વેકેશનનો સમય હોવાથી લોકો પોતાના બાળકોને લઈને સ્નો પાર્કમાં આવતા જોવા મળી રહ્યા છે.









