સાબરકાંઠાના પ્રાંતિજની એક્સપરિમેન્ટલ કોલેજમાં ગેરરીતિ થઈ હોવાનો યુવરાજસિંહ જાડેજા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.આજે એક્સપરિમેન્ટલ કોલેજના સંચાલક સંજય પટેલે યુવરાજસિંહ જાડેજાના આક્ષેપ પાયા વિહોણા ગણાવ્યા. સંચાલકે કહ્યું કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ પરીક્ષામાં થઈ નથી. હજુ કોઈ પુરાવા મારી સામે આવ્યા નથી. યુવરાજસિંહ જે પુરાવાની વાત કરે છે ખોટા પુરાવા ઉભા કરવામાં આવ્યા હોઈ શકે છે. એક્સપરિમેન્ટલ કોલેજમાં 198 વિદ્યાર્થીઓ દ્વારા M. SC સેમ 4 ની પરીક્ષા આપવામાં આવી હતી જેના બાદ પરીક્ષામાં ગેરરીતિ થયાનો વિવાદ સામે આવ્યો.


[[$googlead]]

કોલેજની પરીક્ષા થઈ ગેરરીતિ

યુવરાજ સિંહે આરોપ લગાવ્યો હતો કે પ્રાંતિજની એક્સપરિમેન્ટલ કોલેજમાં પરીક્ષા દરમિયાન મોટાપાયે ગેરરીતિ થઈ રહી છે. સંચાલકો પણ આ કાંડમાં સંડોવાયેલા છે. તેમના દ્વારા જ વિદ્યાર્થીઓને નકલની સુવિધા પૂરી પાડવામાં આવે છે. કોલેજમાં પરીક્ષામાં ગેરરીતિ થયાના તેમની પાસે પુરાવા પણ છે. વધુમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે સંસ્થાના સંચાલકો અને વહીવટદારો દ્વારા જ વોટ્સએપ ચેટ ના માધ્યમથી વિદ્યાર્થીઓને પરીક્ષાના પ્રશ્નોની માહિતી અગાઉથી જ આપી દેવામાં આવે છે.

[[$alsoread]]

અનેક વખત આપ્યા છે વિવાદિત નિવેદન

આ મહિનામાં જ વખત યુવરાજસિંહ જાડેજા રાજ્યમાં વિવિધ ક્ષેત્રે ચાલતા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો હતો. ગુજરાતમાં સરકારી નોકરીની ભરતીમાં રૂપિયા આપીને નોકરી અપાતી હોવાનો આક્ષેપ કર્યો હતો. GSRTCમાં નોકરી અપાવવાના નામે ઠગાઈ આચરવામાં આવે છે.વાહન વ્યવહાર નિગમમાં વિવિધ ભરતીઓમાં આ કૌભાંડ થયું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે પૈસા લઈને નકલી નિમંણૂક પત્ર, એપોઇન્ટમેન્ટ લેટર, આઈકાર્ડ આપવામાં આવે છે. આ કૌભાંડનો 45થી વધુ લોકો ભોગ બન્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.

શૈક્ષણિક સંસ્થાઓ બની કમાણીનું સાધન

અગાઉ પણ યુવરાજસિંહ જાડેજાએ પરીક્ષા ડમી વિદ્યાર્થીઓનું કૌભાંડ, ભાવનગર યુનિવર્સિટીનું પેપર લીક મુદ્દો, શિક્ષક ભરતીમાં કૌભાંડ, પોલીસ ભરતીની પરીક્ષામાં ગેરરિતી તેમજ સ્ટાફ નર્સ પરીક્ષાને લઈને હંમેશા વિવાદિત નિવેદનો આપ્યા છે. યુવરાજસિંહે આક્ષેપ કરતા કહ્યું કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં શિક્ષણનો વેપાર થઈ ગયો છે. શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓ માટે સરસ્વતી મંદિર બનવાના બદલે કમાણી રળતું સાધન બની છે.

.


  • Follow us on: