Vigilance Team Investigate Gujarat University scam
  • Home
  • Featured
  • ગુજરાત યુનિવર્સિટીમાં નાણાંકીય ગેરરીતિ, 10 વર્ષ બાદ તપાસ શરૂ

ગુજરાત યુનિવર્સિટીમાં નાણાંકીય ગેરરીતિ, 10 વર્ષ બાદ તપાસ શરૂ

 | 7:55 pm IST
  • Share

  • ગુજરાત યુનિવર્સિટીમાં કરોડોના કૌભાંડની ફરિયાદ
  • યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ ઘટ્યા છતાં ખર્ચમાં વધારો બતાવ્યો
  • UGCની ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવ્યો

 

ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2006થી 12માં વિદ્યાર્થીઓ ઘટ્યા હોવા છતાં પણ પરીક્ષા ખર્ચમા અધધ વધારો થતાં યુનિવર્સિટીના કુલાધિપતિને ફરિયાદ કરવામાં આવી હતી. જેના 10 વર્ષ બાદ વિજિલન્સની ટીમે ગુજરાત યુનિવર્સિટીમાં તપાસ શરૂ કરી છે. 

ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2006થી 2011 દરમિયાન વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. જો કે ખર્ચની વાત કરવામાં આવે તો અન્ય વર્ષોની સરખામણીએ 18 કરોડ રૂપિયા વધુ થયો હતો. જેની ફરિયાદ તત્કાલિન સિન્ડિકેટ સભ્ય મનિષ દોશીએ કુલાધિપતિને કરતાં 10 વર્ષ બાદ વિજીલન્સની ટીમ દ્વારા યુનિવર્સિટીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ ટીમ દ્વારા આશરે 2 કલાક સુધી તપાસ હાથ ધરવામા આવી હતી, જેમાં મનિષ દોશીએ પોતાનો જવાબ રજૂ કરીને પુરાવાઓ ટીમને આપ્યા હતા. જો ખર્ચની વિગતો જોઈએ તો,

વર્ષ વિદ્યાર્થીઓ ખર્ચ  વિદ્યાર્થી વધારો-ઘટાડો  તફાવત
2004-05 312214 47121779  —  
2005-06 315706 54972847 -3492 7,85,1068
2006-07 276494 67366871 -35720 2,02,45,092
2007-08  282135 78504985 -30079 3,13,83,206
2008-09  309837 96581196 -2399 4,94,59,417
2009-10  307657 114384533 -4557 6,72,62,754

કોંગ્રેસના સિન્ડિકેટ સભ્ય મનિષ દોશીએ ફરિયાદ કરી હતી કે, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા જે ગ્રાન્ટ આપવામાં આવે છે, તેનો પણ દુરઉપયોગ કરવામાં આવ્યો છે. જે ગ્રાન્ટના રૂપિયામાંથી કૉમ્પ્યુટર ખરીદવાના હતાં તેનો પણ હેતુફેર કરીને અન્ય જગ્યાએ ગ્રાન્ટનો ઉપયોગ કરવામા આવ્યો છે. આજે કોમ્પ્ટયુટર ખરીદવામાં આવ્યા છે કે નહી? તેનો પણ હિસાબ યુનિવર્સિટી પાસે નથી. તમામ યુનિવર્સિટીઓમાં પારદર્શકતા આવે તેવી તેઓએ માંગ કરી છે અને 10 વર્ષ બાદ યોગ્ય તપાસ થઇને પગલા લેવાય તેવી માગં કરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો