Vijay Mallya To Be Flown To Mumbai And Lodged In Arthur Road Jail On Extradition
  • Home
  • Business
  • ખેલ ખતમ! ભાગેડૂ વિજય માલ્યાને લઈ આજે રાત્રે જ ગમે ત્યારે મુંબઈમાં ઉતરી શકે છે વિમાન

ખેલ ખતમ! ભાગેડૂ વિજય માલ્યાને લઈ આજે રાત્રે જ ગમે ત્યારે મુંબઈમાં ઉતરી શકે છે વિમાન

 | 7:20 pm IST

ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યાને ગમે ત્યારે ઈંગ્લેન્ડથી ભારતમાં લાવવામાં આવી શકે છે. મુંબઈમાં તેના વિરૂદ્ધ કેસ નોંધાયેલા છે, માટે તેને સૌથી પહેલા મુંબઈ લાવવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે રાત્રે જ માલ્યાને વિમાન મારફતે મુંબઈ લાવવામાં આવી સકે છે. મુંબઈ પહોંચતા જ તેને શરૂઆતમાં સીબીઆઈની ઓફિસ લઈ જવામાં આવશે. ત્યાર બાદ તેને કોર્ટમાં લઈ જવામાં આવશે. 

રિમાંડ માંગશે સીબીઆઈ અને ઈડી

માલ્યા મુંબઈ ઉતરતાની સાથે જ મેડિકલ ટીમ તેના સ્વાસ્થ્યની તપાસ કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીબીઆઈ અને ઈડીના કેટલાક અધિકારીઓ યૂકેથી જ વિજય માલ્યાની સાથે પ્લેનમાં હશે. મુંબઈ પહોંચતાની સાથે જ સીબીઆઈ અને ઈડી કોર્ટ સમક્ષ માલ્યાના રિમાંડ માંગશે.

આર્થર રોડ જેલમાં કરી લેવામાં આવી સંપૂર્ણ તૈયારી

યૂકેની અદાલતે ઓગષ્ટ 2018માં માલ્યાની પ્રત્યાર્પણ અરજી પર સુનાવણીએ કરતા ભારતીય તપાસ એજન્સીઓ પાસે માલ્યાને જ્યાં રાખવાનો છે તે જેલ વિષે વિસ્તૃત જાણકારી માંગી હતી. ભારતીય એજન્સીઓએ મુંબઈ સ્થિત આર્થર રોડ જેલના સેલનો એક વીડિયો બનાવીને યૂકેની કોર્ટને સોંપ્યો હતો. ભારતીય તપાસ એજન્સીઓએ યૂકેની કોર્ટને આશ્વાસન આપ્યું હતું કે, માલ્યાને બે માળની આર્થર રોડ જેલના પરિસરની અંદર એકદમ સુરક્ષીત બેરેકમાં રાખવામાં આવશે.

અંડરવર્લ્ડ ડોન સલેમ અને આતંકી કસાબ રહી ચુક્યા છે આ જેલમાં

આર્થર રોડ જેલમાં અંડરવર્લ્ડ સાથે સંકળાયેલા કુખ્યાત ગુનેગાર અબુ સલેમ, છોટા રાજન, મુસ્તફા દોસાને રાખવામાં આવી ચુક્યા છે. 26/11 મુંબઈ હુમલાને અંજામ આપનારા પાકિસ્તાની આતંકવાદી અજમલ આમિર કસાબને પણ ભારે સુરક્ષા વચ્ચે આ જેલમાં જ રાખવામાં આવ્યો હતો.

માલ્યા પર શું છે આરોપ

બંધ પડેલી કિંગફિશર એરલાએન્સના માલિક વિજય માલ્યા પદ દેશની 17 બેંકોના 9 હજાર કરોડ રૂપિયા ચાંઉ કરી જવાનો આરોપ છે. તે માર્ચ 2, 2016ના રોજ ભારત છોડીને બ્રિટન ભાગી ગયો હતો. ત્યાર બાદ ભારતીય તપાસ એજન્સીઓએ યૂકેની કોર્ટમાં છેલ્લા 4 વર્ષથી વિજય માલ્યાના પ્રત્યાર્પણ માટે પ્રયાસ કરી રહી હતી જેમાં આખરે તેમને સફળતા મળી છે.

આ વીડિયો પણ જુઓ : કોરોના અને ચોમાસામાં ઈમરજન્સી માટે નેવી તૈયાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન