Vipul Chaudhary Charada Dudh Mandali loses election badly
  • Home
  • Gujarat
  • માદરે વતનમાં જ વિપુલ ચૌધરીને ફટકો: ચરાડા દૂધ મંડળીની ચૂંટણીમાં ભૂંડી હાર, અમિત ચૌધરીની પેનલનો વિજય

માદરે વતનમાં જ વિપુલ ચૌધરીને ફટકો: ચરાડા દૂધ મંડળીની ચૂંટણીમાં ભૂંડી હાર, અમિત ચૌધરીની પેનલનો વિજય

 | 11:18 am IST
  • Share

ચરાડા ગામમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીની ચૂંટણીને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. માદરે વતનમાં જ વિપુલ ચૌધરીના વળતા પાણી જોવા મળી રહ્યા છે. એક સમયે દૂધસાગર ડેરીના ચેરમેન રહેલા વિપુલ ચૌધરી પોતાના ગામની ચૂંટણી પણ જીતી શક્યા નથી. એટલે કે માદરે વતનમાં જ વિપુલ ચૌધરીને આજે મોટો ફટકો પડ્યો છે.

ચરાડા દૂધ મંડળીમાં વિપુલ ચૌધરીની પેનલ હારી ગઈ છે, જ્યારે અમિત ચૌધરી જૂથના ઉમેદવારની જીત થઈ હોવાની માહિતી મળી રહી છે. તમને જણાવી દઈએ કે ચરાડા ગામમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીની ચૂંટણીમાં 13 બેઠક પર 18 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી.


આ વિશે મળતી માહિતી પ્રમાણે ચરાડા દૂધ ઉત્પાદક મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં વિપુલ ચૌધરીની પેનલ હારી ગઈ છે. 13 બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં 18 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, જેમાં અમિત ચૌધરીની પેનલનો વિજય થયો છે. વિપુલ ચૌધરી જૂથના તમામ ઉમેદવાર હાર્યા હોવાની માહિતી છે. વિપુલ ચૌધરીની પેનલને માત્ર 279 મત જ મળ્યા છે.

અત્રે નોંધનીય છે કે, ચરાડા ગામમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીની ચૂંટણીમાં 15 પુરૂષ સભ્યો અને 3 મહિલ સભ્યો સહિત કુલ 18 સભ્યો મેદાનમાં ઉતર્યા હતા. આ ચૂંટણીમાં વિપુલ ચૌધરી અને અમિત ચૌધરીની પેનલ એકબીજાની સામ સામે હતી.

આ ચૂંટણીના પરિણામ એકદમ ચોંકાવનારા આવ્યા છે. જેમાં સૌથી ઓછા મત પૂર્વ દૂધસાગર ડેરી ચેરમેન વિપુલ ચૌધરીને મળ્યા હતાં. આ સાથે જ વિપુલ ચૌધરી હવે પોતાના ગામની ચૂંટણીમાં પણ હારી ગયા છે. જેથી તેમના સમર્થકો અને પેનલના સભ્યોને ભારે મોટો ઝટકો લાગ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો