વિરાફ પટેલે ૧૫૦ રૂપિયામાં કર્યાં લગ્ન - Sandesh
1.6M
1M
1.7M
APPS

વિરાફ પટેલે ૧૫૦ રૂપિયામાં કર્યાં લગ્ન

 | 12:19 am IST
  • Share

સીરિયલ નામકરણનો અભિનેતા વિરાફ પટેલ અને અભિનેત્રી સલોની ખન્ના થોડા દિવસો પહેલાં જ લગ્નબંધનમાં બંધાયાં છે. બંનેએ ૦૬ મેના રોજ બ્રાન્દ્રા કોર્ટમાં રજિસ્ટર મેરેજ કર્યાં છે. લગ્નમાં મોટો જલસો કરવાને બદલે બંનેએ ખૂબ જ સાદાઈથી લગ્ન કરવાનો વિચાર કર્યો હતો. તેમના આ સિમ્પલ કોર્ટ મેરેજ માટે વિરાફ અને સલોનીની જોડીએ માત્ર ૧૫૦ રૂપિયા ખર્ચ્યાં છે.

સાંભળવામાં આવ્યું છે કે વિરાફ પટેલે તેનાં લગ્ન માટે બચાવેલા પૈસા કોવિડ પેશન્ટ માટે દાનમાં આપ્યા છે. કોરોના પેન્ડેમિકને કારણે તેમણે તેમનાં લગ્નના પ્લાનિંગમાં બદલાવ લાવી દીધો હતો. આ વિશે વિરાફ કહે છે, મેં માત્ર ૧૫૦ રૂપિયામાં લગ્ન કર્યાં છે. અમે મેરેજ રજિસ્ટરને ૧૦૦ રૂપિયા ફી આપી હતી અને પચાસ રૂપિયા ફોટોકોપી માટે આપ્યા હતા. સલોની અને હું લગ્નમાં કોઈ ધૂમધામ ઈચ્છતાં ન હતાં. અમારા આ નિર્ણયથી અમારા પરિવારને પણ કોઈ વાંધો ન હતો. આ સાથે વિરાફ કહે છે, તેણે સલોનીને કોઈ રીંગ પણ પહેરાવી નથી. પણ તેણે તો એક રબર બેન્ડને રીંગ તરીકે તેની આંગળીમાં પહેરાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન