viral video of punjab police blessing newly married couple
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કોરોના કાળમાં જો આવી રીતે લગ્ન કરશો તો પોલીસ ખુદ તમારું સન્માન કરશે, જુઓ શાનદાર વીડિયો

કોરોના કાળમાં જો આવી રીતે લગ્ન કરશો તો પોલીસ ખુદ તમારું સન્માન કરશે, જુઓ શાનદાર વીડિયો

 | 7:20 pm IST
  • Share

ભારતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં ઘણા રાજ્યોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. લોકોને નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે. આ સમય દરમિયાન ઓછા લોકોમાં લગ્ન કરવામાં આવી રહ્યા છે. આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કોવિડ પ્રોટોકોલને પગલે નવું પરિણીત કપલ બાઇક પર ઘરે જઈ રહ્યું હતું. પોલીસે ઘરના વડીલની જેમ અભિનંદન પાઠવ્યાં અને હાર પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું. આઈપીએસ અધિકારી દિપાંશુ કબરાએ આ વીડિયોને ટ્વિટર પર શેર કર્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે રોયલ એનફિલ્ડમાં દુલ્હન-વરરાજા લગ્ન કર્યા પછી ઘરે જતા હતા. પોલીસે બંનેને લગ્નના વેશમાં જોતાની સાથે જ તેઓને રોક્યા અને તેમનું સન્માન કર્યું. પોલીસકર્મી ખુશ હતા કે તેઓ કોરોના પ્રોટોકોલનું પાલન કરે છે અને ઓછા લોકો સાથે લગ્ન કરે છે. વીડિયો શેર કરતી વખતે આઈપીએસ અધિકારી દિપાંશુ કાબરાએ કેપ્શનમાં લખ્યું છે, ‘ખાકી તરફથી શાનદાર ઈનામ’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન