કોહલીનો કરિશ્મા, સૌથી ફાસ્ટ 5000 રન બનાવનાર ટેસ્ટ કેપ્ટન બન્યો

રેકોર્ડ રન મશીન વિરાટ કોહલી શુક્રવારે પિંક બોલ ટેસ્ટમાં બેટિંગ માટે ઉતર્યો તો તેણે અહીં વધુ એક ઉપલબ્ધિ પોતાના નામે કરી લીધી છે. વિરાટ કોહલી હવે કેપ્ટન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 5000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. આ ઉપલબ્ધિ કમાવનાર તે દુનિયાનો છઠ્ઠો કેપ્ટન બન્યો છે. આ રેસમાં તેણે પૂર્વ ઓસ્ટ્રેલિયા કેપ્ટન રિકી પોન્ટિંગને પણ પાછળ પાડી દીધો છે.
Milestone Alert🚨: @imVkohli completes 5000 Test runs as #TeamIndia captain. @Paytm #PinkBallTest #INDvBAN pic.twitter.com/fu7fozfoUu
— BCCI (@BCCI) November 22, 2019
રિકી પોન્ટિંગે કેપ્ટન બન્યા બાદ 54 ટેસ્ટ મેચની 97 ઈનિંગમાં કેપ્ટન તરીકે 5000 રનનો આંકડો પ્રાપ્ત કર્યો હતો. જ્યારે વિરાટ કોહલી પોતાની કેપ્ટનશિપમાં 53મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે અને આ તેની 86મી ઈનિંગ છે. આ ઉપલબ્ધિને પોતાના નામે કરનાર ભારતીય કેપ્ટન બની ગયો છે.
5000 ટેસ્ટ રન બનાવનાર વિરાટ કોહલી હવે એકમાત્ર ભારતીય જ નહીં પણ પહેલો એશિયાઈ કેપ્ટન પણ બની ગયો છે. જો વિરાટ આ ટેસ્ટમાં પોતાની સેન્ચુરી પણ પૂરી કરી લે છે તો તે એક રેકોર્ડને રિકી પોન્ટિંગથી છીનવીને પોતાના નામે કરી લેશે. કેપ્ટન તરીકે વિરાટની આ 20મી સેન્ચુરી હશે અને હાલ પોન્ટિંગ અને વિરાટ 19 સેન્ચુરીની સાથે બરાબરી પર છે.
આ વીડિયો પણ જુઓઃ
ઈલેક્ટ્રોલ બોન્ડ અંગે અર્જૂન મોઢવાડિયાના ગંભીર આરોપ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન