virat kohli leading run scorer in south africa overtakes rahul dravid ind vs sa
  • Home
  • Sports
  • Cricket
  • INDvsSA: જન્મદિવસ પર વિરાટે દ્રવિડને પાછળ છોડી આપી અનોખી ગિફ્ટ

INDvsSA: જન્મદિવસ પર વિરાટે દ્રવિડને પાછળ છોડી આપી અનોખી ગિફ્ટ

 | 6:03 pm IST
  • Share

  • આજે કોચ રાહુલ દ્રવિડનો 49મો જન્મદિવસ

  • આફ્રિકામાં સૌથી વધુ ટેસ્ટ રન મામલે કોહલીની છલાંગ

  • દ્રવિડે આફ્રિકામાં 29.7ની એવરેજથી 611 રન બનાવ્યા

ભારતીય ટીમન હેડ કોચ રાહુલ દ્રવિડનો આજે જન્મ દિવસ છે અને આજે જ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી ટેસ્ટ પણ શરૂ થઇ છે, ત્યારે આજના દિવસે કેપટાઉન ટેસ્ટમાં વિરાટ કોહલીએ 14 રન બનાવતાની સાથે જ તે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડના ખાસ ફિગરથી આગળ નીકળી ગયો હતો. કોચના જન્મ દિવસે કેપ્ટને કોચને પાછળ છોડી અનેરી ગીફ્ટ આપી છે.


રાહુલ દ્રવિડનો જન્મદિવસ 49મો જન્મદિવસ

ટીમ ઈન્ડિયાના ક્રિકેટ ચાહકો આજે મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ધ વોલ તરીકે પ્રખ્યાત દ્રવિડ આજે 49 વર્ષનો થઈ ગયો છે. દ્રવિડ કેપટાઉનમાં ટીમ સાથે પોતાનો જન્મદિવસ ઉજવશે, જ્યાં ટીમ ઈન્ડિયા ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટ મેચ રમી રહી છે. કોચ રાહુલ દ્રવિડના જન્મ દિવસે કેપ્ટન વિરાટ કોહલી દ્રવિડને એક શાનદાર ‘ગિફ્ટ’ આપી છે.
કેપ્ટન કોહલીએ કોચ દ્રવિડને પાછળ છોડ્યો

હકીકતમાં, વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકામાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવવાના મામલે રાહુલ દ્રવિડને પાછળ છોડી દીધો છે. કેપટાઉનમાં વિરાટ કોહલીએ 14 રન બનાવ્યા કે તરત જ દક્ષિણ આફ્રિકામાં તેના રનની સંખ્યા વધીને 625 થઈ ગઈ. તમને જણાવી દઈએ કે રાહુલ દ્રવિડે દક્ષિણ આફ્રિકામાં 29.7ની એવરેજથી 611 રન બનાવ્યા હતા. સચિન તેંડુલકર દક્ષિણ આફ્રિકામાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. જેણે 46.4ની એવરેજથી 1161 રન બનાવ્યા છે. વિરાટ કોહલી હજુ પણ તેનાથી ઘણો પાછળ છે, જો વિરાટ તેનું શાનદાર ફોર્મ પાછો મેળવે છે, તો તે ચોક્કસથી સચિનનો રેકોર્ડને પણ તોડી શકે છે.


કોહલીની આફ્રિકામાં ટેસ્ટ એવરેજ 50થી વધુ

તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી ભારતનો એકમાત્ર એવો બેટ્સમેન છે જેની દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ એવરેજ 50થી વધુ છે. આ સાથે તેણે દક્ષિણ આફ્રિકામાં 2 સદી અને 2 અડધી સદી પણ ફટકારી છે. વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકામાં ODI ફોર્મેટમાં પણ ઘણા રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ આફ્રિકામાં 13 ODI ઇનિંગ્સમાં 86.88ની એવરેજથી 782 રન બનાવ્યા છે જેમાં 3 સદી અને 3 અડધી સદી સામેલ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો