Virat Kohli may be play to Mohammed Siraj in WTC Final: Report
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • કોહલી માટે અઘરો નિર્ણય!, WTC ફાઇનલમાં આ બે ખેલાડીમાંથી કોને પ્લેઇંગ 11માં તક આપશે?

કોહલી માટે અઘરો નિર્ણય!, WTC ફાઇનલમાં આ બે ખેલાડીમાંથી કોને પ્લેઇંગ 11માં તક આપશે?

 | 1:26 pm IST
  • Share

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના ફાઇનલ મુકાબલામાં હવે થોડાંક જ દિવસ બાકી છે. ન્યૂઝીલેન્ડની સામે આ મહામુકાબલા માટે ભારતીય ખેલાડીઓએ સાઉથેમ્પટનમાં પોતાનો અભ્યાસ પણ શરૂ કરી દીધો છે. કોરોના પ્રોટોકોલના લીધે ભારતીય ખેલાડીઓને પણ હજુ ત્રણ-ચારના ગ્રૂપમાં અભ્યાસ કરવાની મંજૂરી છે.

શુક્રવારના રોજ આખી ટીમ ભારતીય ટીમ એક સાથે અભ્યાસ માટે ઉતરશે તો આ ફાસ્ટ બોલર્સ માટે એક પ્રકારનું ઓડિશન હશે. પ્રેક્ટિસ સેશન દરમ્યાન બધાની નજર મોહમ્મદ સિરાજ પર રહેશે. કારણ કે ટીમ મેનેજમેન્ટ સિરાજને ફાઇનલ મુકાબલા માટે પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવા માટે ઉત્સુક છે. જો સિરાજ પ્રેક્ટિસ મેચ દરમ્યાન પોતાની ફિટનેસને સાબિત કરવામાં સફળ રહે છે તો તેને ફાઇનલ મેચમાં રમાડી શકે છે.

મીડિયા રિપોર્ટસનું માનીએ તો મોહમ્મદ સિરાજને ઇશાંત શર્માની જગ્યાએ પ્લેઇંગ 11માં જગ્યા મળી શકે છે. પરંતુ આ કેપ્ટન વિરાટ કોહલી માટે એક કઠિન નિર્ણય હોઇ શકે છે.

ઑગસ્ટ 2019ના વેસ્ટઇન્ડીઝ પ્રવાસ બાદ પહેલી વખત એવું બન્યું કે ઇશાંત શર્મા, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ બધા પસંદગી માટે ઉપલબ્ધ છે. તાજેતરના વર્ષોમાં વિદેશોમાં ભારતની સફળતાની પાછળ આ ત્રણેયનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.

ઇશાંત શર્મા બહાર રહેવાનું એક કારણ રવિનેદ્ર જાડેજાનું ફિટ હોવું પણ હોઇ શકે છે. રવિન્દ્ર જાડેજા છેલ્લાં બે વર્ષમાં બોલની સાથે બેટથી પણ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. જાડેજાને ઓલરાઉન્ડર તરીકે પ્લેઇંગ 11માં જગ્યા મળી શકે છે. આ સિવાય રવિચંદ્રન અશ્વિને પણ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની સામે સીરીઝમાં બોલ અને બેટથી સારું પ્રદર્શન કર્યું છે. એવામાં જાડેજાની સાથે અશ્વિનનું પણ રમવાનું નક્કી મનાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન