Virat Kohli to step down from captaincy after T20 World Cup!
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • વિરાટ કોહલી T20 વર્લ્ડકપ બાદ કેપ્ટનશીપ છોડશે! આ દિગ્ગજને આપશે જવાબદારી

વિરાટ કોહલી T20 વર્લ્ડકપ બાદ કેપ્ટનશીપ છોડશે! આ દિગ્ગજને આપશે જવાબદારી

 | 9:52 am IST
  • Share

આ વર્ષના ટી 20 વર્લ્ડ કપ બાદ રોહિત શર્મા ભારતનો આગામી વનડે અને ટી 20 કેપ્ટન બની શકે છે. તો બીજી તરફ વર્તમાન કેપ્ટન વિરાટ કોહલી ટી 20 અને વનડે ટીમની કેપ્ટનશીપ છોડી બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

સૂત્રોનું માનીએ તો ટી 20 વર્લ્ડકપ બાદ વિરાટ કોહલી પોતે કેપ્ટનશીપમાંથી રાજીનામું આપશે. તે પોતાની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ નિર્ણય લેશે. નવા અહેવાલ મુજબ કોહલી અને ટીમ મેનેજમેન્ટે ક્રિકેટના ટૂંકા ફોર્મેટમાં કેપ્ટનશિપની જવાબદારી રોહિત શર્માને આપવાનું મન બનાવી લીધું છે.

રિપોર્ટ અનુસાર, વિરાટ કોહલીએ BCCI ને તેના નિર્ણયની જાણકારી આપી છે. અને, રોહિત શર્માને પણ આ અંગે સંકેત આપવામાં આવ્યા છે. રોહિત શર્મા વન ડે અને ટી 20 માં વિરાટ કોહલીની જગ્યાએ શ્રેષ્ઠ દાવેદાર છે. તેને ટૂંકા ફોર્મેટમાં કેપ્ટનશીપનો સારો અનુભવ છે, મેચ જીતી છે અને ટીમને ચેમ્પિયન બનાવી છે. તેણે મુંબઈ ઇન્ડિયન્સને IPL ચેમ્પિયન બનાવ્યુ છે. તેણે અત્યાર સુધી 5 સીઝનમાં IPL ફ્રેન્ચાઈઝી મુંબઈની કમાન સંભાળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન